GSET PAPER 1 SYLLABUS (COMMON FOR ALL SUBJECTS)

GSET PAPER 1 SYLLABUS

ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ (GSET)

GSET અભ્યાસક્રમ

વિષય : જનરલ પેપર : અધ્યાપન (શિક્ષણ) અને સંશોધન અભિયોગ્યતા

પ્રશ્નપત્ર-૧

આનો મુખ્ય હેતુ પરીક્ષાર્થીની (ઉમેદવારની) અધ્યાપન અને સંશોધન અભિયોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો છે. કસોટીનો હેતુ પણ અધ્યાપન અને સંશોધન ક્ષમતા યોગ્ય રીતે મૂલવવાનો છે. પરીક્ષાર્થી પાસેથી બૌદ્ધિક ક્ષમતાઓ હોવાની અને તેને અભિવ્યકત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. જેમાં આકલન (Comprehension), વિશ્લેષણ, મૂલ્યાંકન, દલીલ રચનાની સમજ તથા નિગમન-આગમન તર્કની સમજનો સમાવેશ થાય છે. પરીક્ષાર્થીઓ પાસેથી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયાની સામાન્ય સભાનતાની અપેક્ષા પણ રાખવામાં આવે છે. ઉપરાંત તેઓને લોકો વચ્ચેની આંતરક્રિયા, પર્યાવરણ અને કુદરતી સ્રોત અને જીવનની ગુણવત્તા પર પડતી અસરની પણ સભાનતા હોવી જોઈએ. વિગતવાર અભ્યાસક્રમ નીચે પ્રમાણે છે.

એકમ–૧ અધ્યાપન (શિક્ષણ) અભિયોગ્યતા :

  • અધ્યાપન સંકલ્પના, હેતુઓ, અધ્યાપનના સ્તરો – Levels (સ્મૃતિ, સમજ અને ચિંતન), લાક્ષણિકતાઓ મૂળભૂત જરૂરિયાતો 
  • અધ્યેતા (શીખનાર) ની લાક્ષણિકતાઓ. તરૂણ અધ્યેતા અને પુખ અધ્યેતાની લાક્ષણિકતાઓ (શૈક્ષણિક, સામાજિક, સાંવેગિક અને જ્ઞાનાત્મક), વૈયકિતક તફાવતો 
  • અધ્યાપનને અસર કરતાં પરિબળો : શિક્ષક, અધ્યેતા વિદ્યાર્થી), સહાયક સામગ્રી, શૈક્ષણિક સગવડો, અધ્યયન પર્યાવરણ અને સંસ્થા
  • ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન પદ્ધતિઓ શિક્ષક કેન્દ્રી વિ. અધ્યેતા કેન્દ્રી પદ્ધતિઓ, દૂરઅંતરની પદ્ધતિ (Offline) વિ. કપ્યુટર સાથે જોડાયેલી પદ્ધતિ (Online), (સ્વયમ SWAYAM, સ્વયમ્ પ્રભા, મેસીવ ઓપન ઓનલાઈન કોર્સિસ-MOOCS વગેરે) 
  • અધ્યાપન સહાયક પ્રક્રિયા પરંપરાગત, આધુનિક, માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી (ICT) આધારિત
  • મૂલ્યાંકન પ્રણાલી: મૂલ્યાંકનના તત્વો અને પ્રકારો, ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલીમાં મૂલ્યાંકન (CBCS), કમ્યુટર આધારિત પરીક્ષણ, મૂલ્યાંકન પદ્ધતિમાં નવા ફેરફારો (નાવિન્ય)

એકમ–૨ સંશોધન અભિયોગ્યતા

  • સંશોધન અર્થ, પ્રકારો અને લાક્ષણિકતાઓ, સંશોધન માટે પ્રત્યક્ષવાદ (પ્રમાણવાદ) અને ઉત્તર પ્રત્યક્ષવાદી
  • અભિગમ.
  • સંશોધન પદ્ધતિઓઃ પ્રયોગાત્મક, વર્ણનાત્મક, ઐતિહાસિક, ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિઓ 
  • સંશોધનનાં સોપાનો 
  • શોધનિબંધ અને સંશોધન પેપર લેખનઃ સંદર્ભલેખનનું માળખું અને શૈલી
  • સંશોધન માહિતી અને પ્રત્યાપન પ્રૌદ્યોગિકીનું ઉપયોજન
  • સંશોધન આચારસંહિતા

એકમ-૩ આકલન (ગદ્ય સમીક્ષા)

  • એક ફકરો આપવામાં આવશે. આપેલ ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

એકમ-૪ પ્રત્યાયન (Communication)

  • પ્રત્યાયનઃ પ્રત્યાયનનો અર્થ, પ્રકારો અને લાક્ષણિકતાઓ 
  • અસરકારક પ્રત્યાયન શાબ્દિક અને અશાબ્દિક, આંતર સાંસ્કૃતિક અને જૂથ પ્રત્યાયન, વર્ગખંડ પ્રત્યાયન 
  • અસરકારક પ્રત્યાયનના અવરોધો 
  • સમૂહ માધ્યમ અને સમાજ

એકમ-૫ ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા

  • તર્કના પ્રકારો
  • અંક શ્રેણી, અક્ષર શ્રેણી, સાંકેતિક ચિહનો અને સંબંધો
  • ગાણિતિક અભિયોગ્યતા (અપૂર્ણાક, સમય અને અંતર, ગુણોત્તર, પ્રમાણ અને શતમાન, નફો અને ખોટ,
  • વ્યાજ અને વટાવ, સરાસરી વગેરે)

એકમ-૬ તાર્કિક તર્કઃ (તર્કસંગત દલીલો)

  • દલીલોની રચનાની સમજ દલીલોનું સ્વરૂપ, સુસ્પષ્ટ વિધાનોનું માળખું, મનની સ્થિતિ (મિજાજ) અને આકૃતિ, ઔપચારિક અને અનૌપચારિક ભ્રામકતા, ભાષાના ઉપયોગો, શબ્દોના વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ, વિરોધનું પરંપરાગત રીતે સમાધાન કરવું (Classical Square of Opposition).
  • આગમન તર્ક અને નિગમન તર્કનો ભેદ પારખવો અને મૂલ્યાંકન કરવું
  • સંબંધ ઘટાયક
  • વેન ડાયાગ્રામ દલીલોની યથાર્થતા નક્કી કરવા માટે સરળ અને બહુવિધ ઉપયોગ
    ભારતીય તર્ક જ્ઞાનના માધ્યમો
  • પ્રમાનસઃ પ્રત્યક્ષ (પ્રત્યક્ષીકરણ), અનુમાન (Inference), ઉપમાન (સરખામણી), શબ્દ (શાબ્દિક જુબાની), અર્થપટ્ટી (ફલિતાર્થ) અને અનુપલબ્ધિ (બિનસંશયી)
  • અનુમાનની રચના અને પ્રકાર, વ્યાપ્તિ (સ્થાયીસંબંધ), હેત્વાભાસ (અનુમાનની ભ્રામકતા)

એકમ–૭ માહિતીનું અર્થઘટન

  • માહિતીના સ્રોત, પ્રાપ્તિ અને વર્ગીકરણ
  • સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી
  • આલેખીય રજૂઆત (બાર–ચાર્ટ, ખંભાલેખ, વર્તુળાલેખ, ટેબલ ચાર્ટ અને રૈખિક ચાર્ટ)
  • માહિતીનું અર્થઘટન
  • માહિતી અને શાસન

એકમ-૮ માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી (ICT)

  • ICT: સામાન્ય સંક્ષેપો અને પરિભાષા
  • ઈન્ટરનેટ, ઈન્ટ્રાનેટ, ઈ–મેઈલ, દૂશ્ય અને શ્રાવ્ય અધિવેશનના (કોન્ફરન્સિંગ) મૂળભૂત આધારો
  • ઉચ્ચ શિક્ષણમાં ડિઝીટલ પહેલ (શરૂઆત)
  • આઈ.સી.ટી. અને શાસન

એકમ-૯ લોકો (સમાજ), વિકાસ અને પર્યાવરણ

  • વિકાસ અને પર્યાવરણ સહસ્ત્રાબ્દી (Millennium) વિકાસ અને ટકાઉ વિકાસના ધ્યેયો
  • માનવ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા માનવજાતિની પ્રવૃત્તિઓ અને તેની પર્યાવરણ પર અસર
  • પર્યાવરણીય સમસ્યાઓઃ સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કચરો (ઘન, પ્રવાહી, બાયોમેડીકલ, જોખમી, વિજાણુ), વાતાવરણમાં ફેરફાર અને તેનાં સામાજિક, આર્થિક અને રાજકીય પરિમાણો.
  • પ્રદૂષણોની માનવ સ્વાસ્થ ઉપર અસર
  • કુદરતી અને ઊર્જાસ્રોતો સૂર્યપ્રકાશ, પવન, જમીન, પાણી, ભૂસ્તર, બાયોમાસ, પરમાણું અને જંગલો.
  • કુદરતી જોખમો અને આપત્તિઓઃ શમનની (ઘટાડવાની) ટ્યૂહરચના
  • પર્યાવરણીય સંરક્ષણ ધારો (૧૯૮૬), વાતાવરણ ફેરફારો અંગે રાષ્ટ્રીય કાર્યાન્વિત યોજના, આંતરરાષ્ટ્રીય કરારો પ્રયત્નો-મોન્ટ્રીયલ પ્રોટોકોલ, રીયો સમિટ, જૈવ વિવિધતા પર સંમેલન, કયોટો પ્રોટોકોલ, પેરિસ કરાર, આંતરરાષ્ટ્રીય સૌરઊર્જા જોડાણ.

એકમ–૧૦ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી

  • પ્રાચીન ભારતમાં ઉચ્ચ અધ્યયનની સંસ્થાઓ અને શિક્ષણ
  • સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ઉચ્ચ અધ્યનનનો ક્રમિક વિકાસ અને સંશોધન
  • ભારતમાં પૌર્વાત્ય, પરંપરાગત અને બિન-પરંપરાગત અધ્યયન કાર્યક્રમો
  • વ્યાવસાયિક, તકનિકી અને કૌશલ્ય આધારિત શિક્ષણ
  • મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણીય શિક્ષણ
  • નીતિઓ, શાસન અને વહીવટ 

નોંધઃ 
  1. દરેક એકમમાંથી પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન બે ગુણનો રહેશે. 
  2. જયાં સામાન્ય ઉમેદવારો માટે આલેખીયચિત્રાત્મક પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે ત્યાં દ્રષ્ટિહીન ઉમેદવારો માટે તેટલી જ સંખ્યામાં પ્રશ્નો અને ગુણભાર ધરાવતો ફકરો પૂછવામાં આવશે.